Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડ

Bhavnagar News : ભાવનગરમાં ફટાકડા ફોડવાની ના પાડતા ટોળાએ 3 મકાનમાં કરી તોડફોડ

 આ તરફ ભાવનગરમાં પણ નૂતન વર્ષ નિમિત્તે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા. ભાવનગર શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. શહેરના રુવાપરી રોડ મફતનગર વિસ્તારમાં જાહેરમાં ફટાકડા ફોડી રહેલા કેટલાક તોફાની અને સ્થાનિકોએ રોક્યા. બસ ફટાકડા ફોડતા રોક્યા કેમ એવું કહી તોફાનીઓ બેફામ બન્યા અને થોડીવારમાં 20 થી 25 લોકોના ટોળાએ ત્રણ ઘરને નિશાન બનાવ્યા. લોકોનું ટોળું હથિયાર સાથે ઘરમાં ઘુસીને ત્રણેક પરિવારના ઘરમાં ટીવી, બારીના કાચ, કબાટ સહિતની વસ્તુઓમાં તોડ ખોડ કરીને નુકસાન પહોંચાડ્યું. તોફાનીઓના આતંકના પગલે લોકો ઘરના એક રૂમમાં જીવ બચાવા પુરાઈ ગયા. ત્યારબાદ પોલીસને જાણ કરી. પોલીસ આવી ત્યાં સુધી અડધો કલાક સુધી લોકો ઘરમાં પુરાય રહેવા મજબૂર બન્યા. એટલું જ નહીં તોફાનીઓના આતંકથી સ્થાનિકો એ હદે ડરી ગયા કે બે દિવસ ઘર છોડીને અન્ય જવાની પણ ફરજ પડી. હાલ તો સ્થાનિકોએ પોલીસને ફરિયાદ કરી તોફાનીઓ સામે આકરી કાર્યવાહીની માંગ કરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola