Bhavnagar News: ખાતર કે પથ્થર? ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ
ભાવનગર જિલ્લામાં વધુ એક ખાતરની થેલીમાંથી રેતી અને પથ્થર નીકળ્યા છે. ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. સિહોર તાલુકાના ભડલી ગામે બે દિવસ પહેલા ખાતરમાંથી પથ્થરો નીકળ્યા હતા બાદમાં ઉમરાળા તાલુકાના લાખાવડ ગામમાં આ પ્રકારનું ભેળસેળ યુક્ત ખાતર નીકળ્યું અને હવે પાછું સિહોર તાલુકાના કનાડ ગામના મહેન્દ્રસિંહે ખરીદેલ ભારત પરિયોજનાના DAP ખાતર માંથી પથ્થરો નીકળ્યા છે
ભાવનગર જિલ્લામાં ખેડૂતોના ખાતરમાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પર્દાફાશ. સિહોર, ઉમરાળા બાદ હવે ફરીથી સિહોરના એક ગામના ખેડૂતની ખાતરની થેલીમાંથી રેતી અને પથ્થર નીકળવાની ઘટના સામે આવી છે. સિહોર તાલુકાના કનાડ ગામના મહેન્દ્રસિંહે ખરીદેલ ભારત પરિયોજનાના DAP ખાતરમાંથી પથ્થરો નીકળ્યા છે. બે દિવસ પહેલા સિહોર તાલુકાના ભડલી ગામે ખાતરમાંથી પથ્થરો નીકળ્યા હતા. બાદમાં ઉમરાળા તાલુકાના લાખાવડ ગામમાં આ પ્રકારનું ભેળસેળ યુક્ત ખાતર નીકળ્યું હતું. અને ત્રણ ગામમાં ખાતરની થેલીમાંથી પથ્થર નીકળતા અનેક સવાલ ઉઠી રહ્યા છે.