Bhavnagar Crime : ભાવનગરમાં માતાજીના મઢની જગ્યાના વિવાદમાં મારામારી, 7 લોકો ઘાયલ
Bhavnagar Crime : ભાવનગરમાં માતાજીના મઢની જગ્યાના વિવાદમાં મારામારી, 7 લોકો ઘાયલ
ભાવનગરના વલ્લભીપુર તાલુકામાં દાત્રેટિયા ગામમાં મારામારી. ગામમાં માતાજીના મઢ માટેની જગ્યાનો ચાલતો હતો વિવાદ. મારામારીમાં ત્રણ મહિલા અને ચાર પુરૂષ મળી કુલ સાતને ઈજા. માતાજીના મઢની જગ્યાના વિવાદમાં બની મારામારીની ઘટના. હુમલો કરવાનો પાંચ લોકો પર આરોપ . સુરેશ મેર, જીજ્ઞેશ મેર, સંજય મેર, વિજય ધરજીયા, રામદેવ વિરૂદ્ધ ફરિયાદ.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, વલ્લભીપુર તાલુકાના દાત્રેટિયા ગામમાં માતાજીના મઢની જગ્યાને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આ વિવાદમાં જ બે જૂથ વચ્ચે મારામારી થઈ ગઈ હતી. મારામારીમાં 3 મહિલા સહિત 7 લોકો ઘાયલ થયા છે. પોલીસે 5 લોકો સામે આ ગુનામાં ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.