Bhavnagar:જીતુ વાઘાણીએ ભાંગરો વાટ્યો,સીઆર પાટીલના બદલે કોને ગણાવ્યા BJP પ્રદેશ અધ્યક્ષ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે ભાવનગરમા પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરમાં બે જનસભા કરી હતી. ભાજપનાં પૂર્વ અધ્યક્ષ જીતુ વાઘાણી જ વર્તમાન ભાજપ પ્રદેશ અધ્યક્ષનું નામ ભૂલ્યા હતા. પૂર્વ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ સંબોધનમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના બદલે આર સી ફળદુને ગુજરાત ભાજપ અધ્યક્ષ ગણાવી દીધા હતા.