Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા

Continues below advertisement

ભાવનગરના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો બનાવ. યોગેશભાઈ ડેઢીયા નામના 53 વર્ષીય વ્યક્તિએ પોલીસ સ્ટેશનના શૌચાલયમાં જઈ ઝેરી દવા ગટગટાવી કરી આત્મહત્યા. ઘટનાની જાણ થતા પોલીસે યોગેશભાઈને સારવાર માટે પાલીતાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યુ. પ્રાથમિક તપાસમાં શેત્રુંજી ડુંગર પર આરતીમાં ઘીના ઘડાની 11 લાખની બોલી લગાવવામાં આવી હતી. જે રકમ આણંદજી કલ્યાણજી પેઢીમાં જમા ન કરાવવા પેઢીએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. આ જ અરજીને લઈને મૃતક યોગેશભાઈને પૂછપરછ માટે પાલીતાણા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. ત્યારે જ કોઈ કારણોસર પોલીસ સ્ટેશનના શૌચાલયમાં યોગેશભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. પોલીસે હાલ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola