Pathubha Gohil Death Case: પોલીસની બાંહેધરી બાદ મૃતદેહ સ્વીકારવાની પરિવારની તૈયારી
Continues below advertisement
ભાવનગરમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પથુભા ગોહિલના મોતના વિવાદનો આખરે પાંચ દિવસ બાદ અંત આવ્યો છે.. સમગ્ર મામલે જ્યુડિશિયલ અને કમિટીની તપાસ કરવાની ભાવનગર પોલીસે ખાતરી આપતા આખરે મૃતકના પરિવારજનો અને ક્ષત્રિય સમાજે મૃતક પથુભા ગોહિલનો મૃતદેહ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. વલ્લભ વિરડીયા અને વિશાલ ધામેલીયાએ પથુભા પર ખોટી રીતે ફરિયાદો કરવામાં આવી હોવાથી પથુભા માનસિક તણાવમાં રહેતા હોવાનો પરિવારજનોએ આરોપ છે.. પથુભાને ખુબજ માનસિક ટોર્ચર કરાયા અને તેના પર દર ત્રણ મહિને એક નવો કેસ દાખલ કરવામા આવતો હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો.. આ આખુ એક રાજકીય કિન્નાખોરી અને ષડયંત્ર હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે.. ત્યારે હાલ તો મૃતકના પરિવારની માગને આધારે એક તપાસ કમિટીની રચના કરી ન્યાયિક તપાસની ખાતરી આપી છે..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement