Rescue in Bhavnagar: ભાલ પંથકમાં ફસાયેલા લોકોનું કરાયું રેસ્ક્યૂ

Continues below advertisement

ભાવનગરના નારી ગામ નજીક મીઠાના અગરમાં ફસાયેલા તમામ 58 લોકોનું કરાયું રેસ્ક્યૂ..બે દિવસથી પોતાના પરિવાર સાથે ફસાયા હતા શ્રમિકો..એલર્ટ હોવા છતાં અગરના માલિકે શ્રમિકોની સુરક્ષા માટે નહોતા લીધા પગલાં..પ્રશાસને તમામને સલામત બહાર કાઢ્યા..

ભાવનગર જિલ્લાના ભાલ પંથકનું નારી ગામ. ગામના ખાર વિસ્તારમાં 58 લોકો ફસાયા હતા. જે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.. બે દિવસથી મીઠાના અગરમાં કામ કરતા શ્રમિકો પોતાના નાના બાળકો સાથે ફસાયા હતા.. જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ભારે વરસાદની આગાહીને લઈ મીઠાના અગરના માલિકોને સૂચના આપવામાં આવી હતી અને  ડિઝાસ્ટર વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું હતું.. છતાં રૂપિયા કમાવાની લાલચમાં મીઠાના અગરના માલિકોએ બેદરકારી દાખવી.. અગરમાં કામ કરતા શ્રમિકોના જીવ જોખમમાં મુક્યો.. છેવટે તમામ શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola