Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

Continues below advertisement

ભાવનગરમાં અસામાજિક તત્વોને પોલીસે ભણાવ્યો કાયદાનો પાઠ. આગચંપી અને તોડફોડ કરનાર આરોપી યુસુફખાન પઠાણ, મહંમદ સૈયદ અને દાનિશ હબીયાણીનો પોલીસે વરઘોડો કાઢ્યો. દસ દિવસ પહેલા આંબા ચોક વિસ્તારમાં અયાન ખાન નામના વ્યક્તિ પર છરીથી હુમલો થયો હતો. જેમાં ઈજાગ્રસ્ત યુવકના પક્ષ તરફથી વળતો હુમલો કરાયો. જેમાં વાસણ ઘાટ વિસ્તારમાં કબ્રસ્તાનની અંદર આગચંપી અને તોડફોડ કરવામાં આવી.. જેને લઈ આજે પોલીસે યુસુફ ખાન પઠાણ, મહંમદ સૈયદ અને દાનિશ હબીબાણીને સાથે રાખી ઘટનાનું રી- કન્ટ્રક્શન કર્યું.

 

ભાવનગરમાં કાયદાનો પાઠ ભણાવવા માટે હવે પોલીસ જાગૃત બની છે અને અસામાજિક તત્વોને અંકુશમાં લાવવા માટે તમામ પ્રયાસો શરૂ કરાયા છે આજથી દસ દિવસ પહેલા આંબા ચોક વિસ્તારમાં અયાન ખાન નામના વ્યક્તિ ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકના પક્ષમાંથી વળતો હુમલો કરાયો હતો જેમાં શહેરના વાસણ ઘાટ વિસ્તારમાંમાં આવેલ કબ્રસ્તાનની અંદર એક મકાનની આગ ચમ્પી અને તોડફોડ કરવામાં આવી હતી જે ઘટનામાં A- ડિવિઝન પોલીસે યુસુફ ખાન પઠાણ, મહંમદ સૈયદ અને દાનિશ હબીબાણી નામના યુવકનું રી- કન્ટ્રક્શન કર્યું હતું

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram