Bhavnagar Ragging Case: ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગ! જુનિયરનું અપહરણ કરી આખી રાત માર્યા!

Continues below advertisement

ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં બની રેગિંગની ઘટના. સિનિયર વિદ્યાર્થી સહિત છ શખ્સોએ માર મારવા, અશ્લીલ શબ્દો બોલાવી, અપશબ્દો બોલી, માર માર્યા સહિતની બે અલગ અલગ ફરિયાદ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ. રેગિંગની ઘટના બનતા એન્ટી રેગિંગની 11 સભ્યોની બેઠક મળી. જે બેઠકમાં નરેશ ચૌધરી, મન પટેલ, પિયુષ ચૌહાણ અને મિલન કાકલોતરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.. એટલુ જ નહીં.. ઈન્ટર્નશીપ કમ્પલીશન સર્ટિફિકેટ તેમજ કોલેજના અન્ય સર્ટિફિકેટ પણ ન આપવાનો નિર્ણય કરાયો. પીડિત વિદ્યાર્થીઓનો આરોપ છે કે છ શખ્સોએ એવાવરૂ સ્થળ પર લઈ જઈ ન બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને ના બોલે તો બેહોશ થાય ત્યાં સુધી માર માર્યો. જેમાં ઈજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે  પદવીદાન સમારોહ કાર્યક્રમમાં આયોજનની દાઝ રાખી, તેમજ સોશલ મીડિયા પર બનાવેલ પેજમાં કરેલ નિર્દોષ મજાક બાબતે મનદુઃખ રાખીને છ શખ્સોએ તેમના પર રેગિંગ કર્યુ. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram