Bhavnagar News: ભાવનગરમાં કડકડતી ઠંડીમાં શાળાના બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર

Continues below advertisement

રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. શિક્ષણ પાછળ બજેટ પણ ફાળવવામાં આવે છે.. પરંતુ ભાવનગર જિલ્લામાં શિક્ષણની સ્થિતિ સતત કથડી રહી હોય તેવા દ્રશ્યો એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયા. ગ્રામ્ય વિસ્તારોમાં કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને ભણવા માટે મજબુર બન્યા છે. આ દ્રશ્યો ડેડકડી પ્રાથમિક શાળાના છે.. શાળામાં પૂરતા વર્ગખંડો ન હોવાથી વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી ગમે તે ઋતુ હોય બહાર બેસીને ભણવા માટે મજબુર બન્યા છે.. શાળાના આચાર્યએ નવા ઓરડા માટે અનેક રજૂઆત કરી ચે. એસએમસીના કમિટીના અધ્યક્ષે પણ ઉચ્ચ કક્ષાએ આ અંગે રજૂઆત કરી છે.. પરંતુ હજુ સુધી નવા વર્ગખંડો તૈયાર કરવામાં આવ્યા નથી. ડેડકડી ગામની પ્રાથમિક શાળાામં એક આચાર્યની જ ઓફિસ બચી છે.. જેમાં પણ વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે.. પરંતુ વર્ગખંડની અંદર 15થી 20 બાળકો બેસી શકે તેવી જ વ્યવસ્થા છે.. જેના કારણે બહારમાં ખુલ્લામાં બેસીને અને તાજેતરમાં જ  પતરાનો એક  હોલ બનાવવામાં આવ્યો છે.. જ્યાં બેંચ મુકીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે.. આ બાબતે આચાર્યએ પણ શિક્ષણ વિભાગ સામે રજૂઆત છતા હજુ સુધી કોઈ કામગીરી થઈ નથી.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram