આવતીકાલથી રાજ્યના આ જિલ્લાના કેટલાક વિસ્તારને પાણી નહીં મળે, જુઓ વીડિયો
ભાવનગર જિલ્લાના કેટલાક તાલુકા અને વિસ્તારમાં આવતીકાલથી 2 દિવસ પાણી નહીં મળે. જિલ્લાના બુધેલ અને કંઠીયાળી પંપ પર લિકેજના કારણે આવતીકાલથી સમારકામની કામગીરી હાથ ધરાશે. જેના કારણે ભાવનગર શહેર, જિલ્લાના મહુવા, તળાજા, રાજુલા, વલ્લભીપુર, સિહોર,અને સોમનાથ સુધીના વિસ્તારોને બે દિવસ પાણી નહીં મળી શકે.