Bhavnagar Rains Update | ભાવનગરમાં ધોધમાર વરસાદથી શહેર થયું જળબંબાકાર

Continues below advertisement

ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદી માહોલ આજે દિવસ દરમિયાન પણ યથાવત રહ્યો હતો. ઘોઘા તાલુકામાં માત્ર 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો. શિહોર, વલ્લભીપુર, તળાજા અને ઉમરાળા તાલુકાઓમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો.

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં 2 ઈંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. આ વિસ્તારમાં દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. તળાજા તાલુકામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. અલંગ, મણાર, કઠવા અને મથાવડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અલંગમાં આવેલી રેડ ક્રોસ હોસ્પિટલ પાસે પાણી ભરાતાં દર્દીઓને હાલાકી પડી હતી. પાલિતાણા, મહુવા અને શિહોર તાલુકામાં પણ વરસાદ નોંધાયો હતો. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ આ વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો હતો. તળાજા તાલુકાના બોડકી ગામમાં મોડી રાત્રે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં બે બળદના મોત થયા હતા અને વાડી વિસ્તારમાં આવેલા એક મકાનને નુકસાન થયું હતું. વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram