Bhavnagar murder Case: ભાવનગર શહેર વધુ એક હત્યાથી રક્તરંજિત થયું, અંગત અદાવતમાં યુવકની કરાઈ હત્યા

Continues below advertisement

ભાવનગર શહેર વધુ એક હત્યાથી રક્તરંજિત થયું. હાર્દિક કુકડીયા નામના 19 વર્ષીય યુવકની કારની ટક્કર મારીને કરાઈ હત્યા. ચાર શખ્સ વિરૂદ્ધ નોંધાઈ હત્યાની ફરિયાદ. ઘટનાની વાત કરીએ તો એક વર્ષ અગાઉ બોરતળાવ ગાર્ડમાં તસવીરો ખેંચવાને લઈને હાર્દિક કુકડીયાને દિનેશ ગોહિલ નામના યુવક સાથે ઝઘડો થયો હતો.જે ઝઘડાના સમાધાન માટે ત્રણ દિવસ પહેલા તમામ કુંભારવાડાના દનાળા પાસે પહોંચ્યા હતા. જ્યાં સમાધાન કરવા આવેલા ચારથી પાંચ શખ્સોએ ઝઘડો કરીને પ્લાનિંગ પૂર્વક પાછળથી હાર્દિક કુકડીયા પર કાર ચઢાવી હતી.. મારામારીની આ ઘટનામાં હાર્દિક સહિત અન્ય ત્રણથી ચાર શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન હાર્દિક કુકડીયાનું મોત નિપજતા આખરે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો અને મિત્રો હોસ્પિટલ દોડી આવ્યા હતા. વરતેજ પોલીસે પણ મુખ્ય આરોપી દિનેશ ગોહિલ, યોગેશ વેગડ, હરેશ કોળી અને સંજય નામના આરોપી વિરૂદ્ધ મારામારી અને હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola