Black Monday In Stock Market : શેર બજારમાં બ્લેક મન્ડે , સેન્સેક્સમાં 2700 પોઇન્ટનો કડાકો

Black Monday In Stock Market : શેર બજારમાં બ્લેક મન્ડે , સેન્સેક્સમાં 2700 પોઇન્ટનો કડાકો

કોરોના સમયગાળા બાદથી આજે શેરબજારમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જ્યારે સોમવારે સવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 2700 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 950 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ પહેલા એશિયા અને યુરોપ સહિત અમેરિકન બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.

 

ઓવરઓલ વાત કરીએ તો બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 19.39 લાખ કરોડ રૂપિયા ઘટી ગયા હતા એટલે કે રોકાણકારોની સંપત્તિ જ માર્કેટ ખુલતા જ 19.39 લાખ કરોડ રૂપિયા ઘટી ગઇ હતી.

બીએસઇ સેન્સેક્સ હાલમાં 3379.19 પોઇન્ટ્સ એટલે કે 4.48 ટકાના ભારે ઘટાડા સાથે 72633.63 અને નિફ્ટી 50 1056.05 પોઇન્ટ્સ એટલે કે 4.61 ટકાના ઘટાડા સાથે 21848.40 પર છે. અગાઉ શુક્રવારે બીએસઇ ઈન્ડેક્સ 930.67 ટકા એટલે કે 1.22 ટકાના ઘટાડા સાથએ 75364.69 તો નિફ્ટી 50 પણ 1.49 ટકા એટલે કે 345.65 પોઇન્ટ્સના ઘટાડા સાથે 22904.45 પર બંધ થયો હતો.

રોકાણકારોની સંપત્તિમાં 19.39 લાખ કરોડનો ઘટાડો

ચાર એપ્રિલ 2025ના રોજ બીએસઇ પર લિસ્ટેડ તમામ શેરની કુલ માર્કેટ કેપ 4,03,34,886.46 કરોડ રૂપિયા હતી. આજે એટલે કે સાત એપ્રિલના રોજ માર્કેટ ખુલતાની સાથે જ 3,83,95,173.56 કરોડ રૂપિયા પર આવી ગઇ હતી. એનો અર્થ એ થયો કે રોકાણકારોની સંપત્તિ 19,39,712.9 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા. ત્રણ એપ્રિલના બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપ 4,13,33,265.92 કરોડ રૂપિયા હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની વિશ્વભરના બજારો પર મોટી અસર પડી રહી છે. સોમવારે એશિયન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે જ જાપાનના નિક્કીમાં 225 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. એક કલાક પછી તે 7.1 ટકા ઘટીને 31,375.71 પર બંધ થયો હતો.

દક્ષિણ કોરિયાનો કોસ્પી 5.5 ટકા ઘટીને 2,328.52 પર બંધ રહ્યો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 પણ 6.3 ટકા ઘટીને 7,184.70 પર બંધ રહ્યો હતો. હોંગકોંગ શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 9 ટકાથી વધુ ઘટ્યો હતો. શુક્રવારે યુએસ નાસ્ડેક 6 ટકાના ઘટાડા સાથે બંધ થયો. એવો અંદાજ છે કે જો આ ઘટાડો ભારતીય શેરબજારમાં થયો હોત તો સીધો 1400 પોઈન્ટનો ઘટાડો થયો હોત.              

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola