Gold Price All Time High : સોનાનો ભાવ ઐતિહાસિક 90,700 રૂપિયા
Continues below advertisement
Gold Price All Time High : સોનાનો ભાવ ઐતિહાસિક 90,700 રૂપિયા
Gold Price: સોનાના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. સોનાનો ભાવ ઐતિહાસિક 90,700 રૂપિયાએ પહોંચી ગયો છે.
છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ ચાલી રહ્યો હતો. પરંતુ, હોળી પછી સોના અને ચાંદીના ભાવમાં જે વધારો થયો છે તેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, સ્થાનિક બજારમાં MCX પર સોનાનો ભાવ 88,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યો હતો, જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તે ઔંસ દીઠ $3,004.90 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
આ વર્ષે અત્યાર સુધીમાં અનેક આર્થિક અને ભૂ-રાજકીય પરિબળોને કારણે સોનાના ભાવમાં લગભગ 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ તેજીના વલણમાં, ચાંદીના ભાવમાં પણ ઝડપથી વધારો થયો. શુક્રવારે MCX પર ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. ૧,૦૧,૯૯૯ ના નવા રેકોર્ડ પર પહોંચી ગયો.
Continues below advertisement