Reporate News:લોનધારકો માટે મોટી રાહત, જાણો કેટલો ઘટ્યો રેપો રેટ? | RBI | Abp Asmita

Reporate News:લોનધારકો માટે મોટી રાહત, જાણો કેટલો ઘટ્યો રેપો રેટ? | RBI | Abp Asmita 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) ની MPC મીટિંગના પરિણામો આવી ગયા છે અને સેન્ટ્રલ બેન્કે ફરી એકવાર મોટી રાહત આપી છે. આરબીઆઇએ સતત ત્રીજી વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને તેમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ તાજેતરના ઘટાડા પછી રેપો રેટ હવે 6 ટકાથી ઘટીને 5.50 ટકા થઈ ગયો છે. નોંધનીય છે કે ગત બે MPC મીટિંગમાં પણ વ્યાજ દરમાં 25-25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. બેન્ક લોન લેતા ગ્રાહકો માટે સારા સમાચાર છે, કારણ કે હવે તેમના EMI માં વધુ ઘટાડો થશે.

રેપો રેટ બેન્ક લોન લેતા ગ્રાહકો સાથે સીધો જોડાયેલો હોય છે. તેના ઘટાડા સાથે લોન EMI ઘટે છે અને તેના વધારા સાથે, તે વધે છે. વાસ્તવમાં રેપો રેટ એ દર છે જેના પર દેશની કેન્દ્રીય બેન્ક ભંડોળની કોઈપણ અછતના કિસ્સામાં વાણિજ્યિક બેન્કોને નાણાં ઉછીના આપે છે. રેપો રેટનો ઉપયોગ નાણાકીય સત્તાવાળાઓ દ્વારા ફુગાવાને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola