
Sharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળો
Sharemarket News: માર્કેટમાં આજે ભારે ઉછાળો, નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળો
ભારતીય શેરબજારમાં આજે પણ ઉછાળો જોવા મળ્યો છે.. આજે સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટીમાં 120થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.. ભારતીય શેર બજારમાં ફરી એકવાર આજે ઉછાળો જોવા મળ્યો છે સેન્સેક્સમાં 500 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો તો નિફ્ટીમાં પણ 120 થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે..ભારતીય શેર બજાર સતત ચોથા દિવસે ઉછાળા સાથે ખુલ્યું. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ Sensex 468 પોઈન્ટના જંગી વધારા સાથે 75,917 પર ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ NIFTY 129 પોઈન્ટના ઉછાળા સાથે 23,036 પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ ગ્રીન સિગ્નલમાં કારોબાર કરી રહ્યા હતા. આઇટી, મીડિયા, રિયલ્ટી, પીએસયુ બેંકોના શેર 1-2 ટકાનો ઉછાળો નોંધાયો.