Ahmedabad : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની વેક્સીન લીધી, જુઓ વીડિયો
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. અમદાવાદની સોલા સિવિલમાં નીતિન પટેલ સાથે તેમના પત્નીએ પણ કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી અને તેમના પત્ની પણ કોરોનાની વેક્સીન લઇ ચૂક્યા છે.