મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન, જુઓ વીડિયો
મોરબીમાં વરસાદથી મગફળીના પાકને ભારે નુક્સાન પહોંચ્યું હતું. વરસાદમાં ઉભો પાક પલળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. મોરબીના બહાદુરગઢમાં વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા હતા. કપાસ અને મગફળીના પાક નિષ્ફળ જતા ખેડૂતો આર્થિક સંકડામણમાં મુકાયા હતા. પાક નુક્સાનીની સરકાર સહાય આપે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.