Gandhinagar: આઠ મહાનગરોમાં આઠ IAS અધિકારીઓને કોવિડ કેર સેન્ટરની જવાબદારી સોંપાઇ
Continues below advertisement
દરેક જિલ્લામાં કોવિડ હૉસ્પિટલમાં (covid hospital) બેડની સ્થિતિ અંગે મુખ્ય સચિવે માહિતી મંગાવી છે. ખાનગી હૉસ્પિટલોને કોવિડ ડેજીગ્નેટેડ હૉસ્પિટલ સાથે સાંકળવા સૂચના અપાઇ છે. રેમડેસિવર ઈંજેક્શનની અછત ન સર્જાય તે પ્રમાણે આયોજન કરવા પર ભાર મુકાયો છે. કોરોનાનું સંક્રમણ વધતા વધુ આઠ અધિકારીઓને કોવિડની કામગીરી સોંપાઈ છે. આઠ મહાનગરોમાં આઠ IAS અધિકારીઓને જવાબદારી સોંપાઇ હતી. ડૉક્ટર મનીષ બંસલને અમદાવાદ જિલ્લાની, દિનેશ રબારીને સુરત જિલ્લાની તો, ડૉક્ટર હર્ષિત ગોસાવીને વડોદરાની જવાબદારી સોંપાઇ હતી.
Continues below advertisement