સરકારે તમામ નવ માંગણી સ્વીકારતા સાચા આદિવાસી સમિતિનું આંદોલન સમેટાયું, જુઓ વીડિયો
ખોટા આદિવાસીઓના પ્રમાણપત્ર રદ કરવાની માંગ સાથે છેલ્લા 28 દિવસથી ચાલતું આદિવાસીઓનું આંદોલન સમેટાઈ ગયું છે. સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ દ્વારા કરવામાં આવેલી નવ માંગણીઓ સરકારે સ્વીકારી લેતા આદિવાસી કન્વીનર ડો. રાજન ભાગોરાએ આંદોલન પુરુ થયાની જાહેરાત કરી હતી.