Gandhinagar: કલોલમાં પડતર પ્રશ્નના ઉકેલ માટે AAPના ઉમેદવારનું સોગંધનામું
ગાંધીનગરના કલોલ નગરપાલિકા વોર્ડ નંબર -9 ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનોખી રીતે પ્રચાર કરી રહ્યાં છે. કલોલ બોરીસના વિસ્તારમાં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં વોટ માંગવા પહોંચેલા ઉમેદવાર સામે સોસાયટીના સભ્યોએ પાણી અંગેના પડતર પ્રશ્ન ની રજૂઆત કરતા. ઉમેદવારે 50 રૂપિયા ના સ્ટેમ્પ અને ટિકિટ સાથે સોગંધનામુ કરી લખાણ આપ્યું કે પોતે જીતશે તો ગુરુકૃપા સોસાયટીના પાણી નો પ્રશ્નનો નિકાલ કરશે.