Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં બની રેગિંગની ઘટના. બીજા અને ત્રીજા વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવીને તેમને ઈન્ટ્રો આપવાની ફરજ પડાઈ હતી. એટલુ જ નહીં. તેમની સાથે હસી મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવ્યા હતા. જેને લઈને પ્રથમ વર્ષના કેટલાક વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને તાત્કાલિક મેડિકલ કોલેજના સત્તાધીશોને લેખિતમાં ફરિયાદ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોલેજ સત્તાધીશોએ તપાસ શરૂ કરી. પૂછપરછના અંતે બીજા અને ત્રીજા વર્ષના 14 જેટલા વિદ્યાર્થીઓને રેગિંગ કરવાના આરોપમાં હોસ્ટેલમાંથી છ મહિનાથી લઈને બે વર્ષ સુધી હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલુ જ નહીં. રેગિંગ કરનાર તમામ 14 વિદ્યાર્થીઓના વાલીઓને પણ કોલેજ પર બોલાવીને ગંભીર ઘટના અંગે જાણ કરવામાં વી હતી.