‘કોર્પોરેશને મુખ્યમંત્રી સાથે કોઇ પરામર્શ કરવામાં આવ્યો છે કે કેમ એ બાબતની માહિતી મારી પાસે નથી’
આરોગ્યમંત્રી નિતીન પટેલ જ અમદાવાદના GMDC ગ્રાઉંડમાં ડ્રાઈવ થ્રુ વેક્સિનને લઈને અજાણ જોવા મળ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશને રાજ્ય સરકારની અનુમતિ લીધી છે કે નહીં તે આરોગ્ય મંત્રીને ખબર નથી. ડ્રાઈવ થ્રુ રસીકરણ અભિયાન કોર્પોરેશનનો નિર્ણય છે. એપોલો હોસ્પિટલ અને AMCના સંયુક્ત ઉપક્રમે શરૂ થયેલા વેકસીનેશન અંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કોની જોડે ચર્ચા થઈ મને ખબર નથી.