Gujarat BJP: સોમવારે પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે મળશે ભાજપની મહત્વની બેઠક, શું છે એજન્ડા?

Gujarat BJP:  સોમવારે પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે મળશે ભાજપની મહત્વની બેઠક, શું છે એજન્ડા?

પ્રદેશ ભાજપના મુખ્યાલય કમલમ પર સોમવારે મળશે મોટી બેઠક.. ભાજપના ધારાસભ્યો-સાંસદો, શહેર જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ અને પ્રદેશના તમામ પદાધિકારીઓને બેઠકમાં ઉપસ્થિત રહેવા અપાઈ સૂચના.. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં સોમવારે 11 વાગ્યે યોજાનારી બેઠકમાં સેવા પખવાડિયાના આયોજનને લઈ અપાશે માર્ગદર્શન અને સૂચના.. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને ધ્યાનમાં રાખી ભાજપ ઉજવે છે સેવા પખવાડિયું.. ત્યારે 17 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ઉજવાશે સેવા પખવાડિયું.. આ સેવા પખવાડિયા સમયે રક્તદાન, સુપોષણ કીટનું વિતરણ સહિતના કાર્યક્રમોનું થતું હોય છે આયોજન.. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી સેવા પખવાડિયાની ઉજવણી થાય થે.. જો કે નરેન્દ્રભાઈના 75 વર્ષ પૂર્ણ થતા હોવાને લઈ વધુ ભવ્યતા સાથે ઉજવવાનો પ્રદેશ ભાજપનો છે સંકલ્પ..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola