Ashray Foundation Seva Camp : અંબાજી પદયાત્રાના રૂટ પર સતત 18 વર્ષથી આશ્રય ફાઉન્ડેશન યોજે છે સેવા કેમ્પ
Ashray Foundation Seva Camp : અંબાજી પદયાત્રાના રૂટ પર સતત 18 વર્ષથી આશ્રય ફાઉન્ડેશન યોજે છે સેવા કેમ્પ
Ambaji Seva Camp : બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે પદયાત્રીઓ અંબાના દ્વાર પર પહોંચી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓને રસ્તામાં કોઈપણ પ્રકારની સમસ્યા ન રહે તે માટે અંબાજી સુધીના માર્ગો પર સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. જેમાં ગાંધીનગર રક્ષાશક્તિ સર્કલ ઓવરબ્રિજ નીચે છેલ્લા 18 વર્ષથી આ વર્ષે પણ આશ્રય ફાઉન્ડેશને સેવા કેમ્પ યોજાય છે. આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને સવાર-સાંજ ગરમાગરમ નાસ્તો અને જમવાની સુવિધા સાથે જ આરામ માટેની પણ વ્યવસ્થા છે. આ સાથે પદયાત્રીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 24 કલાક મેડિકલ ટીમ પણ તેનાત રાખવામાં આવે છે. 27 ઓગસ્ટથી શરૂ થયેલો આ કેમ્પ પહેલી સપ્ટેમ્બર સુધી ચાલશે. આ સેવા કેમ્પમાં દરરોજ સવારે 2500 અને રાતે 3 હજાર પદયાત્રીઓ પ્રસાદીનો લાભ લઈ રહ્યા છે. માં અંબાના પવિત્રધામ અંબાજીમાં જ્યારે હજારો-લાખો યાત્રિકો પગપાળા સંઘ લઈને જતા હોય, તો એમને સેવા અર્થે અમે એક કામ, આ એક બીડું ઉપાડ્યું છે.