ABP News

Builders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો

Continues below advertisement

રાજકોટ અને વડોદરાની સાથે ગાંધીનગરના બિલ્ડરોએ પણ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો. ગાંધીનગરના વિવિધ એસોસિએશન સાથે સંકળાયેલા બિલ્ડર્સે કલેક્ટરને આવેદન પત્ર આપીને સૂચિત જંત્રીના અમલથી બાંધકામ ક્ષેત્ર પડી ભાંગશે તેવી રજૂઆત કરી. એટલુ જ નહીં. સૂચિત જંત્રીનો તર્ક સંગત ન હોવાનો પણ બિલ્ડર્સોએ દાવો કર્યો. બિલ્ડરોનો આરોપ છે કે સૂચિત જંત્રીથી બાંધકામ ક્ષેત્ર સાથે 200 જેટલી અન્ય ઈન્ડસ્ટ્રીઝને પણ નકારાત્મક અસર થશે. સૂચિત જંત્રીના કારણે મકાન, દુકાન અને ઓફિસના ભાવ વધશે. અધિકારીઓએ ઓફિસમાં બેઠા બેઠા જંત્રી નક્કી કરી હોવાનો બિલ્ડરોએ આરોપ લગાવ્યો. સૂચિત જંત્રીમાં અનેક વિસંગતતા હોવાથી ભવિષ્યમાં જમીન માલિક અને બિલ્ડર્સ વચ્ચે કોર્ટ કેસ વધશે.. સાથે જ ટેક્સ, જીએસટી અને દસ્તાવેજનો ખર્ચ પણ વધી જશે તેવો બિલ્ડરોનો આરોપ. 2023માં સરકારે જંત્રીમાં 100 ટકાનો વધારો કર્યો છે. ત્યારે એક વર્ષ સરકાર 200થી બે હજાર ટકાનો વધારો કરે તો તે અન્યાય છે. રોડ પરના અને રોડ અંદરના પ્લોટની જંત્રી સરકારે એક સમાન રાખી જે યોગ્ય નથી તેવુ બિલ્ડરોનું કહેવું છે.. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram