કોંગ્રેસના ધારાસભ્ય આ કાલે કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે
ગાંધીનગર: પ્રદેશ કાર્યાલય કમલમમા ફરી મંડપ બંધાયો છે. ખેડબ્રહ્મા કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને આવકારવાની કમલમમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. અશ્વિન કોટવાલ આવતી કાલે 12 વાગ્યે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કરશે. જેને લઈને કમલમ કાર્યાલય ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.