
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA Imran Khedawala
ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદારઃ કોંગ્રેસ MLA Imran Khedawala
Imran Khedawala: ગુજરાતમાં અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આજે કોંગ્રેસે આદિવાસીઓને મળતી સ્કૉરશીપ બંધ કરવાને લઇને ગૃહમાં જોરદાર વિરોધ કર્યો હતો, ત્યારબાદ કોંગ્રેસી ધારાસભ્યોએ ગૃહમાંથી વૉકઆઉટ કરી દીધુ છે. ભાજપ સરકારની બેવડી નીતિ પર કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યુ છે. હાલમાં જ મંત્રી ભીખુસિંહ પરમારના દીકરાને લઇને વિવાદ ચાલી રહ્યો છે. પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ પર કોંગ્રેસના ખાડિયાના ધારાસભ્યે હુમલો કર્યો છે. ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર કેટલાક સનસનીખેજ આરોપો લગાવ્યા છે.
કોંગ્રેસના જમાલપુર-ખાડિયા વિસ્તારમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ભાજપને આડેહાથ લીધી છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઇમરાન ખેડાવાલાએ ભાજપ પર ગુજરાતમાં તોફાનો અન્ય ઘટનાઓ પર સંડોવણી હોવાની વાત કહી છે. ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું કે, ગુજરાતમાં એક સમાજને ટાર્ગેટ બનાવાઇ રહ્યો છે. તેમને કહ્યું કે, વિધાનસભા ગૃહમાં મેં બે વખત અધ્યક્ષનું ધ્યાન દોર્યું, છતાં બોલવાનો મોકો ના આપ્યો. ઇમરાન ખેડાવાલાએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં અગાઉ તોફાનો થતાં હતા તે માટે ભાજપ જવાબદાર છે. મને પૉઈન્ટ ઓફ ઓર્ડર ન અપાયો તે માટે વાત ન મુકી શક્યો.
પત્રકારો સાથેની વાતચીતમાં ઇમરાન ખેડાવાલાએ ભાજપ સરકારના મંત્રી ભીખુસિંહના પુત્ર મુદ્દે પણ આરોપો લગાવ્યા હતા, તેમને કહ્યું ભાજપનો ખેસ હોય તેના વિરુદ્ધ કેસ નથી નોંધાતા, ભાજપના નેતાઓ પોલીસને ગણતા નથી.