Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'

Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'

વિધાનસભા પરિસરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ કર્યા સૂત્રોચાર. ખ્યાતિકાંડ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોનુ વિરોધ પ્રદર્શન . ડોક્ટરનો વેશ ધારણ કરી કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો વિરોધ . કોંગ્રેસના બે ધારાસભ્યોએ દર્દી બન્યા. કોંગ્રેસ દ્વારા કરાયેલા મોક ઓપરેશન દરમિયાન ડોક્ટર બનેલા કોંગ્રેસ ધારાસભ્ય મેવાણી કહી રહ્યા છે કે, 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'.

વિધાનસભા ગૃહમાં ખ્યાતિકાંડનો મુદ્દો ગુંજ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં આ અંગે જવાબ પણ આપ્યો હતો. આજની પ્રશ્નોત્તરીમાં મુખ્ય પ્રશ્નો ખ્યાતિ કાંડના હતા. વિપક્ષ ખ્યાતિકાંડ મુદ્દે ફરી એક વાર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આરોગ્ય મંત્રી ખ્યાતિ કાંડને લઇને તથ્યો રજૂ કર્યા હહતા. તેમણે મેડિકલ કેમ્પને લઈને પણ આજે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola