Geniben Thakor : ગેનીબેન ઠાકોરે MLA ક્વાર્ટર ખાલી કરવા મામલે શું કર્યો ખુલાસો?

Continues below advertisement

Geniben Thakor | ગેનીબેન ઠાકોરને MLA ક્વાર્ટર ખાલી કરવા નોટિસ, ગેનીબેને શું કર્યો ખુલાસો?

એમપી બન્યા બાદ હજુ ગેનીબેન ઠાકોર એમએલએ ક્વાર્ટર ખાલી કર્યું નથી. માર્ગ મકાન વિભાગે 15 દિવસ પહેલા નોટિસ ફટકારી હતી. વિધાનસભા મારફતે ગેનીબેનને નોટિસ આપવામાં આવી હતી. દિવાળી બાદ ગેનીબેન ઠાકોરને બીજી નોટિસ આપવામાં આવશે. 

દિલ્હીમાં ગેનીબેન ઠાકોરને સાંસદનો બંગલો મળી ચૂક્યો છે અને તેમ છતાં તેમણે એમએલએ ક્વાર્ટર ખાલી કર્યું નથી. એકવાર નોટિસ પહેલેથી જ તેમને આપી દેવામાં આવી છે. એમ છતાં તેમણે આ ક્વાર્ટર ખાલી કર્યું નથી અને એટલે હવે માર્ગ મકાન વિભાગ બીજી નોટિસ આપવાની તૈયારી કરી રહ્યું છે. દિવાળી બાદ આ બીજી નોટિસ સાંસદ ગેનીબેન ઠાકોરને આપવામાં આવશે. 

ગેનીબેન ઠાકોર ખુલાસો કર્યો કે, પ્રથમ તો દિલ્હી બંગલો હજી એમને મળ્યો નથી. જે લગભગ નવું સત્ર ચાલુ થાય પછી આપવા માટેની વાત છે. ફાળવણી કરી દીધેલી છે, પણ એ લોકો મેન્ટેનન્સ કરે છે. એટલે વિધિવત અમને દિલ્હી કોઈ રેસીડેન્ટ આપેલું નથી. નંબર એક. 

નંબર બે, ક્વાર્ટર જ્યારે એમને નોટિસ આપી, એના પછી તરત જ જેને પણ ફાળવણી કરી તી એમને કીધું કે 10-15 દાડા છોકરા ભણે છે. એટલે એ જેને ફાળવણી કરી છે એમની અમારી પાસે કોઈ ઉઘરાણ નહી કરી કે અમારે આ ક્વાર્ટરની જરૂર છે. અને છતાં દિવાળી ઉપર નોટિસ આપે ના આપે એ વહીવટી બાબત છે. પણ ક્વાર્ટર ખાલી કર્યાને લગભગ 10-15 દિવસ થઈ ગયા અને આમ ગણો તો મહિનો થઈ ગયા. એ મહિનાથી કવાર્ટર ખાલી જ છે અને જેને એમને ફાળવણી કરવી હોય એને કરી શકે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram