BJP vs BJP | ગાંધીનગર શહેર ભાજપમાં વિખવાદ, સંગઠન અને ચૂંટાયેલા સભ્યોના ઇગોની લડાઈ ચરમ પર!

Continues below advertisement

ગાંધીનગર મહાનગરપાલિકાની કમિટીઓને લઈ ભાજપમાં વિખવાદ. સંગઠન અને ચૂંટાયેલા સભ્યોના ઇગોની લડાઈ ચરમ પર પહોંચી છે..મેયર બનતાની સાથે જ મીરા પટેલે સંગઠનની અવગણના કરી હોવાની ફરિયાદ છે. સાથે જ ગાંધીનગરના નવા મેયરના વર્તનથી પ્રદેશ મહામંત્રી રજની પટેલ પણ નારાજ છે. સંગઠનની સૂચના છતાં ગાંધીનગર મનપાની સમિતિઓની જાહેરાત ના કરી..સંગઠન અને મેયર મીરા પટેલના વિખવાદની ફરિયાદ પ્રદેશ સુધી પહોંચી છે..


ભારતીય જનતા પાર્ટીમાં ડખા વધી રહ્યા છે. ક્યાંક બહાર આવે છે તો ક્યાંક અંદરો અંદર ગણગણાટ થયા કરે છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભાજપમાં વિખવાદ વધ્યો છે. ગાંધીનગર મહાપાલિકાની જાહેર થયેલી 10 કમિટીઓના વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આ કમિટીઓના કારણે શહેર સંગઠન અને મનપાના મેયર મીરા પટેલ સામસામે આવી ગયા છે. મીરા પટેલ ભાજપના મહામંત્રી રજની પટેલની સૂચનાને પણ અવગણી રહ્યા છે. અને હવે આ ડખો છેક પ્રદેશ કક્ષાએ પહોચ્યો છે... 


મીરા પટેલ ગાંધીનગરના મેયર બન્યા તે સામાન્ય સભામાં મહાપાલિકાની 10 કમિટીઓના ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોના નામ જાહેર કરવાની સૂચના તેમને સંગઠન દ્વારા આપવામાં આવી હતી... પરંતુ 19મી જુલાઈ 2024ના રોજ મળેલી સામાન્ય સભામાં જાહેરાત ન થતાં તે જ દિવસે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે કમિટીઓની જાહેરાત કરી દીધી હતી... જેને લઇને વિખવાદ વધ્યો હતો... ત્યારબાદ બંને પક્ષે સમાધાન થયું હતું કે આગામી સામાન્ય સભામાં કમિટીઓમાં સુધારા કરીને જાહેર કરવી... પરંતુ બે દિવસ પહેલા ગાંધીનગર મનપાની મળેલી સામાન્ય સભાના એજન્ડામાં કમિટીઓ જાહેર કરવાનું લખેલું હોવા છતાં મેયર દ્વારા જાહેરાત ન થતાં આ લડાઇ વધી ગઈ છે અને હવે પ્રદેશ કક્ષાએ ફરિયાદ પહોંચી છે... મેયર મીરા પટેલના આ વલણના કારણે રજની પટેલ પણ નારાજ થયા છે... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram