Gandhinagar: રાજ્યમાં ACBએ એક વર્ષમાં 84 લાખ 67 હજાર 624ની અપ્રમાણસર મિલકતો શોધી
દસક્રોઇના ધારાસભ્ય બાબુભાઇના સવાલના જવાબમાં રૂપાણી સરકારે વિધાનસભામાં કહ્યું કે, રાજ્યમાં ACBએ એક વર્ષમાં 84 લાખ 67 હજાર 624ની અપ્રમાણસર મિલકતો શોધી છે. અપ્રમાણસર મિલકત કેસમાં જેમાં ફક્ત એક વ્યક્તિ સામે જ ગુનો નોંધાયો છે. બે વર્ષમાં ACBએ સરકારી અધિકારી અને કર્મચારીઓ પર કુલ 4 હજાર 754 કેસ કર્યા. વર્ગ-1ના 23 અને વર્ગ-2ના 99 અધિકારી પર કેસ થયા તો વર્ગ-3ના 357 જયારે વર્ગ-4ના નવ કર્મચારી પર કેસ થયા છે.