Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા
Continues below advertisement
વલસાડ જિલ્લામાં સિરિયલ કિલરનો ભેદ ઉકેલી આરોપીને પકડનાર અધિકારીઓ માટે ખાસ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું હતું.. તેમણે કહ્યું કે, વલસાડ જિલ્લામાં ગુનાનો ઉકેલ લાવવા માટે હું આપ સૌને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું..વલસાડ પોલીસે દિવસ રાત એક કરીને આ ગુનો ઉકેલી નાંખ્યો છે.. કદાચ જો આરોપીની હિસ્ટ્રી ગંભીરતાથી જોવાઈ હોત તો આ દીકરી આજે બચી ગઈ હોત..
ગાંધીનગર (Gandhinagar) ખાતે આજે પોલીસકર્મીઓનું સન્માન કરવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું..આ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનાં હસ્તે પોલીસકર્મીઓનું સન્માન કરાયું હતું. તાજેતરમાં બનેલી સિરિયલ કિલર સહિતની ઘટનાઓમાં મહત્ત્વની કામગીરી કરનારા પોલીસકર્મીઓને બિરદાવાઈ છે..
Continues below advertisement