Gandhinagar Protest | સતત બીજા દિવસે ભાવિ શિક્ષકોની અટકાયતથી રોષ | TET Candidates Protest
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGandhinagar TET Protest | ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ સ્વર્ણિમ સંકુલના દ્વારે લગાવી ગુહાર. શિક્ષણમંત્રીને રજૂઆત કરવા આવેલા ઉમેદવારોની પોલીસે કરી અટકાયત . જૂન મહિનામાં શિક્ષકોની ભરતી કરવાનું સરકારે આપ્યું હતું વચન. સરકારે વચન ભંગ કરતા ઉમેદવારો પ્રદર્શનના માર્ગે વળ્યા . મંગળવારે મોટી સંખ્યામાં એકત્રીત થઈ ઉમેદવારોએ ગાંધીનગરમાં પ્રદર્શન કર્યું હતું . આજે કેટલાક ઉમેદવારો સ્વર્ણિમ સંકુલ 1માં શિક્ષણમંત્રીને રજૂઆત કરવા આવ્યા હતા. શિક્ષણમંત્રીને મુલાકાતનો સમય ના આપતા ઉમેદવારોની ધીરજ ખૂટી . ઉમેદવારોએ સ્વર્ણિમ સંકુલ ખાતે વિરોધ નોંધાવતા પોલીસે અટકાયત કરી. નોંધનીય છે કે, ગઈ કાલે પણ ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ કાયમી નોકરી આપવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે પણ પોલીસે તેમની અટકાયત કરી હતી.