ધોરણ 10-12ના રીપીટર વિદ્યાર્થીઓને નહીં મળે માસ પ્રમોશન, જાણો ક્યારે લેવાશે પરીક્ષા?
ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહી મળે. ધોરણ 10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડે લીધો છે. ગુજરાત બોર્ડના ખાનગી અને પૃથ્થક ઉમેદવારોને પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે. જો કે પરીક્ષાાનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.