Gandhinagar: માર્ગ અને મહેસુલ વિભાગમાં મુખ્ય ઈજનેરની બઢતી સાથે બદલી,જાણો કેટલા અધિકારીઓની કરાઈ બદલી?

Continues below advertisement

દિવાળી પહેલા ગુજરાત સરકારે અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ આપ્યા છે. જેમાં  ડેપ્યુટી કલેક્ટર અને ડેપ્યુટી જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી અને  મામલતદારો અને ટીડીઓની બઢતી કરવામાં આવી છે.

વર્ગ 1ના 79 અને વર્ગ 2 ના 44 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટા પાયે બદલી સાથે બઢતી કરવાના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જેમાં 79 ડેપ્યુટી કલેક્ટરની બદલી અને 44 મામલતદારને પ્રમોશન આપી ડેપ્યુટી કલેક્ટર બનાવાયા છે.

અગાઉ રાજ્યના હિસાબ અને તિજોરી નિયામકમાં બઢતી સાથે બદલી કરાઈ હતી. નાયબ હિસાબનીશ કક્ષાના કર્મીઓને બઢતી મળી છે. 139 હિસાબનીશને ઉચ્ચતર પગાર ધોરણોનો લાભ મળ્યો છે. નાયબ હિસાબનીશ, નાયબ ઓડિટરને બઢતી મળી છે, પેટા તિજોરી અધિકારીઓને પણ બઢતી મળી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram