Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

Continues below advertisement

Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

Gujarat marriage registration rules change 2025: ગુજરાતમાં પ્રેમ લગ્ન કે ભાગીને લગ્ન કરનારા યુગલો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર હવે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં (Marriage Registration Process) ધરખમ ફેરફાર કરવા જઈ રહી છે. ખાસ કરીને જે યુવક યુવતીઓ ઘરેથી ભાગીને લગ્ન કરે છે, તેમના રજીસ્ટ્રેશનના નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે. હવે તલાટી પાસે સીધી સત્તા નહીં રહે, પરંતુ ક્લાસ 2 અધિકારીની મંજૂરી અને માતા પિતાને જાણ કરવી ફરજિયાત બની શકે છે. આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) આ નવા નિયમોને લીલી ઝંડી મળી શકે છે.

તલાટીની સત્તા પર કાપ: હવે Class 2 અધિકારીની મંજૂરી લેવી પડશે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવા સુધારા બાદ તલાટી કમ મંત્રી (Talati Cum Mantri) હવે સીધેસીધી લગ્ન નોંધણી કરી શકશે નહીં. અત્યાર સુધીની પ્રક્રિયામાં તલાટી સ્તરેથી જ રજીસ્ટ્રેશન થઈ જતું હતું, પરંતુ હવે તેમાં એક નવું સ્ટેપ ઉમેરવામાં આવશે. તલાટીએ લગ્ન નોંધણીની અરજીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરી, તેને આખરી મંજૂરી માટે વર્ગ 2 ના અધિકારી એટલે કે Class 2 Officer ને મોકલવી પડશે. જ્યાં સુધી આ ઉચ્ચ અધિકારી મંજૂરી ન આપે ત્યાં સુધી લગ્નનું રજીસ્ટ્રેશન માન્ય ગણાશે નહીં.

માતા પિતાને જાણ કરવી ફરજિયાત: 30 દિવસનો સમયગાળો

સામાજિક માળખાને ધ્યાનમાં રાખીને સરકાર સૌથી મોટો નિર્ણય 'પેરેન્ટલ નોટિસ' અંગે લઈ રહી છે. નવા નિયમો મુજબ, ભાગીને લગ્ન કરનારા યુગલો જ્યારે નોંધણી માટે અરજી કરશે, ત્યારે સરકાર દ્વારા તેમના માતા પિતાને (Parents) નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યાના 30 Days ની અંદર યુવક અને યુવતીના વાલીએ પોતાનો જવાબ કે વાંધો રજૂ કરવાનો રહેશે. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય માતા પિતાની જાણ બહાર થતા લગ્નોમાં પારદર્શિતા લાવવાનો છે.

આવતીકાલે કેબિનેટમાં મંજૂરીની શક્યતા

રાજ્ય સરકાર આવતીકાલે મળનારી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવિત સુધારાઓ પર મહોર મારી શકે છે. જો કેબિનેટમાં આ નવા નિયમો મંજૂર થશે, તો સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત (Official Announcement) કરવામાં આવશે. લાંબા સમયથી પાટીદાર અને અન્ય સમાજો દ્વારા આ અંગે રજૂઆતો કરવામાં આવી રહી હતી, જેને હવે સરકાર અમલમાં મૂકવા જઈ રહી છે.

પાટીદાર બાદ હવે બ્રહ્મ સમાજનું સમર્થન અને EWS અનામતની માંગ

ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજે સૌપ્રથમ ભાગેડુ લગ્નમાં માતા પિતાની સહી ફરજિયાત કરવાની માંગ કરી હતી. હવે બ્રહ્મ સમાજે (Brahm Samaj) પણ આ માંગણીને ખુલ્લું સમર્થન આપ્યું છે. બ્રહ્મ સમાજના આગેવાનોએ તાજેતરમાં મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી કે ભાગેડુ લગ્ન નોંધણીમાં વાલીની સંમતિ હોવી જોઈએ. આ ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં (Local Body Elections) પણ EWS મુજબ બેઠકો અનામત રાખવા માટે બ્રહ્મ સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola