Gujarat Assembly By Election | પેટાચૂંટણી જીતવા શું છે ભાજપનો માસ્ટર પ્લાન? જુઓ અહેવાલ

Gujarat Assembly By Election | ગુજરાત વિધાનસભાના 4 ધારાસભ્યોએ થોડા દિવસ પહેલા જ રાજીનામા આપી દીધા છે.... લોકસભાની આગામી ચૂંટણી સાથે જ વિધાનસભાની ખાલી પાડેલી ચૂંટણી માટે પેટાચૂંટણી યોજાવાનું માનવામાં આવી રહ્યું છે... બીજી તરફ લોકસભાની તમામ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવા અન્ય પક્ષ અને સામાજિક આગેવાનોને ભાજપમાં જોડાવાનું અભિયાન ચાલી રહ્યું છે... અત્યારસુધી ભાજપની વેલકમ પાર્ટી કમલમમાં યોજાઈ છે... પરંતુ જ્યાં પેટાચૂંટણી યોજાવાની છે તેવા પૂર્વ ધારાસભ્યોને ભાજપમાં આવકારવા જે તે બેઠકમાં કાર્યક્રમ યોજવાની રણનીતિ ભાજપે ઘડી છે... ભાજપ અધ્યક્ષ ખુદ સી આર પાટિલ જે તે બેઠક પર જઈ પૂર્વ ધારાસભ્યોને આવકારશે.... 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola