ABP News

Gujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટ

Continues below advertisement
Gujarat Assembly Winter Session 2025 : 19 ફેબ્રુઆરીથી વિધાનસભાનું શિયાળું સત્ર, 20મીએ રજૂ થશે બજેટ
 
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની જાહેરાત કરી દેવામાં આવી છે. 19મી ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ થશે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈ 20મી ફેબ્રુઆરીના રાજ્ય સરકારનું વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરશે. 40 દિવસ સુધી ચાલનારા બજેટ સત્રમાં અડધો ડઝન વિધેયક અથવા તો સુધારા વિધેયક પસાર કરવામાં આવશે. નાણા મંત્રી કનુ દેસાઈએ વર્ષ 2024-25 માટે ગુજરાત સરકારનું 332465 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું હતું, જેમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષણ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રો માટે જાહેરાતો કરવામાં આવી હતી. આગામી બજેટ સત્ર દરમિયાન આખરે થયેલા જંત્રી દરની જાહેરાત કરવામાં આવશે.
 
જમીનની માર્કેટ વેલ્યુ તથા ડિમાન્ડને આધારે જંત્રીના દરોમાં યોગ્ય ફેરફાર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ 19 ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલના સંબોધનથી બપોરે 12 કલાકે ચાલુ થશે. તારીખ 20 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે તેમજ તારીખ 19 ફેબ્રુઆરીથી 28 માર્ચ સુધી ગુજરાત વિધાનસભાના સત્રનું કામકાજ ચાલશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram