
Gujarat BJP Meeting : પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે મહત્વની બેઠક શરૂ, ભાજપનો શું છે માસ્ટરપ્લાન?
Gujarat BJP Meeting : પાટીલની અધ્યક્ષતામાં કમલમ ખાતે મહત્વની બેઠક શરૂ, ભાજપનો શું છે માસ્ટરપ્લાન?
ગુજરાત ભાજપની કમલમ કાર્યાલય ખાતે કાર્યશાળાનું આયોજન કરાયું છે. પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી. ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાનને લઈ પ્રદેશ કાર્યશાળાનું આયોજન કરાયું છે. અભિયાન થકી ભાજપ દેશભરમાં 14થી 24 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી ડો.બાબા સાહેબ આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડશે. કાર્યશાળામાં શહેર - જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદો, પ્રદેશ હોદ્દેદારો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત છે. કાર્યશાળામાં આગામી કાર્યક્રમોને લઈને પણ આપવામાં આવશે માર્ગદર્શન અને સૂચનાઓ.
નોંધનીય છે કે, આજે મળનારી ભાજપની મહત્વની બેઠકને લઈ અનેક અટકળો વહેતી થઈ હતી. જોકે, આજે મળનારી બેઠક બાબા સાહેબ આંબેડકર સમ્માન અભિયાનને લઈ હોવાનું જાણવા મળ્યું છે. સંપૂર્ણ અહેવાલ જુઓ વીડિયોમાં.