Gujarat cabinet expansion 2025: મંત્રીમંડળના વિસ્તરણને લઈ ધારાસભ્યોને શું અપાઈ સૂચના?

Continues below advertisement

Gujarat cabinet expansion 2025: મંત્રીમંડળના વિસ્તરણને લઈ ધારાસભ્યોને શું અપાઈ સૂચના?

Gujarat cabinet expansion 2025: ગુજરાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના તમામ ધારાસભ્યોને આગામી બે દિવસ એટલે કે ૧૬ અને ૧૭ ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં હાજર રહેવાની સૂચના આપી છે. આ સાથે વર્તમાન તમામ મંત્રીઓને પણ ગાંધીનગરમાં જ રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંત્રીમંડળનું વિસ્તરણ ગુરુવારે વિજય મુહૂર્તમાં અથવા શુક્રવારે બપોરે ૧૨.૩૯ વાગ્યે થવાનું લગભગ નિશ્ચિત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સવારે મુંબઈ જવા રવાના થશે અને બપોરે ૩ વાગ્યે ફરજિયાતપણે પરત ફરશે. તેઓ પરત ફર્યા બાદ તરત જ મંત્રીમંડળના વિસ્તરણ માટે રાજ્યપાલનો સમય માંગશે.

ભાજપના તમામ ધારાસભ્યોને કાલે બપોર સુધીમાં ગાંધીનગર પહોંચી જવા માટે જણાવી દેવામાં આવ્યું છે. પાર્ટીના કાર્યક્રમો સામાન્ય રીતે વિજય મુહૂર્તમાં થતા હોવાથી વિસ્તરણ ગુરુવારે થાય તેવી પ્રબળ શક્યતા છે. તમામ ધારાસભ્યોને બે દિવસ રોકાવવાની સૂચના વિસ્તરણની તૈયારીઓને આખરી ઓપ આપતી હોવાનું સ્પષ્ટ સંકેત આપી રહી છે.

નોંધનીય છે કે, દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે, અને રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે, ઑક્ટોબર 17, 2025 ના રોજ થવાની એક્સક્લૂઝિવ માહિતી મળી છે. નવા મંત્રીઓ શુક્રવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં શપથ લે તેવી શક્યતા છે, જેના માટે રાજભવન અથવા મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ યોજાશે. હાલમાં રાજભવનના બેન્ક્વેટ હોલની સાફસફાઈ પણ શરૂ કરી દેવાઈ છે. મુખ્યમંત્રી આવતીકાલે રાજ્યપાલને મળીને શપથવિધિ માટેનો સમય માંગશે, જેના પગલે રાજ્યપાલનો શુક્રવારનો મુંબઈનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. મંત્રીપદ માટે લેઉવા પાટીદાર, કડવા પાટીદાર અને આહીર સમાજમાંથી નામો ચર્ચામાં છે, જેમાં અમરેલીથી મહેશ કસવાલા/કૌશિક વેકરિયા, ભાવનગરથી જીતુ વાઘાણી અને આહીર સમાજમાંથી ઉદય કાનગડ/ત્રિકમ છાંગા જેવા નામો પર અંતિમ નિર્ણય લેવાઈ રહ્યો છે.

શપથવિધિની તૈયારીઓ પૂરજોશમાં: વિજય મુહૂર્તનો સમય નક્કી

રાજ્યમાં લાંબા સમયથી પ્રતીક્ષિત મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. abp અસ્મિતા પાસેની એક્સક્લૂઝિવ માહિતી મુજબ, શુક્રવાર ના રોજ નવા મંત્રીઓ શપથ લેશે. શપથગ્રહણ સમારોહ શુક્રવારે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં યોજાય તેવી સંભાવના છે. સમારોહનું આયોજન રાજભવન અથવા મહાત્મા મંદિરમાં થઈ શકે છે. રાજભવનમાં આવેલા બેન્ક્વેટ હોલની સાફસફાઈ પણ શરૂ કરી દેવામાં આવી છે. વિસ્તરણની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે મુખ્યમંત્રી આવતીકાલે (બુધવારે, ઑક્ટોબર 15, 2025) રાજ્યપાલને મળીને શપથગ્રહણ માટેનો સમય માંગશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola