Breaking News | GMERS મેડિકલ કોલેજની ફીમાં સુધારાના સંકેત, ઋષિકેશ પટેલે શું આપ્યું મોટું નિવેદન?
Breaking News | ભરૂચના અંકલેશ્વરમાં નોકરી માટે એકઠા થયેલા બેરોજગારો અંગે પ્રવકતા મંત્રીનું નિવેદન. ગુજરાતે રોજગારી આપી છે તેને કોંગ્રેસ નીચું બતાવવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસના પ્રયાસને હું વખોડું છું. કંપનીએ અનુભવી લોકોને બોલાવ્યા હતા. જે લોકો નાના - મોટા સ્થળોએ નોકરી કરતા અનુભવી હતા. રોજગાર વગરના હતા તેવી વાત નથી. સારી નોકરી કે તક મળે તે માટે યુવાનો ત્યાં ગયા હતા. વધારે સારી નોકરી મેળવવા માટે યુવાનો સતત પ્રયાસ કરતા હોય છે. સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગાર ગુજરાત આપે છે. ગુજરાત માટે કોંગ્રેસના મનમાં શું છે તે ખબર નહિ. કોંગ્રેસ વર્ષોથી ગુજરાતને નીચું બતાવવાના પ્રયાસ કરે છે. વર્ષે 2.95 લાખ રોજગારી ગુજરાત આપે છે. ગુજરાતને બદનામ કરવા કોંગ્રેસે સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ ચલાવ્યો. નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ઘૂસવાનો કોંગ્રેસનો પ્રયાસ છે.GMERS કોલેજના ફી મુદ્દે પ્રવકતા મંત્રીનું મોટું નિવેદન. આગામી દિવસોમાં GMERSમાં ફી સુધારો કરશે. ચર્ચાના અંતે નવો પરિપત્ર કરવામાં આવશે.