નિયમો વિરુદ્ધ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની થઇ રહી છે બદલીઓઃ ભીખાભાઇ પટેલ

પ્રાથમિક શિક્ષકોનું શિક્ષક સજ્જતા સર્વેક્ષણ કરાવવાના સરકારના નિર્ણયથી શિક્ષણ વિભાગમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કેમ કે હવે સર્વેક્ષણને એક દિવસ બાકી છે ત્યારે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં શૈક્ષિક મહાસંઘ સાથે મળેલી બેઠક પૂર્ણતઃ નિષ્ફળ નિવડી છે.  બેઠક બાદ શૈક્ષિક સંઘના પદાધિકારીઓએ સરકારના શિક્ષણ વિભાગ વિરૂદ્ધ બેફામ નિવેદનબાજી કરી છે. સર્વેક્ષણથી 95 ટકા શિક્ષકો દૂર રહેવાના દાવો કરવાની સાથે જ સર્વેક્ષણને સફળ બનાવવા વિભાગ ખોટી રીતે હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા હોવાનો પણ શૈક્ષિક સંઘે આરોપ લગાવ્યો છે.. એટલુ જ નહી.. આવતીકાલે સર્વેક્ષણથી અળગા રહીને એક દિવસનો ઉપવાસ કરવાની, તેમજ ધિક્કાર દિવસ મનાવવાની શૈક્ષિક મહાસંઘે શિક્ષકોને હાંકલ કરી છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola