Gujarat Health Workers Strike : આરોગ્યકર્મીઓની હડતાળને લઈ સસ્પેન્સ યથાવત, સરકાર સાથે થઈ બેઠક
Gujarat Health Workers Strike : આરોગ્યકર્મીઓની હડતાળને લઈ સસ્પેન્સ યથાવત, સરકાર સાથે થઈ બેઠક
આરોગ્ય મહાસંઘ અને આરોગ્ય મંત્રી વચ્ચે ગઈ કાલે બેઠક મળી હતી. મુખ્ય ત્રણ મુદ્દા અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી. સરકારનું હકારાત્મક વલણ હોવાનું બેઠકમાં હાજર રહેલા આરોગ્ય મહાસંઘે જણાવ્યું હતું. જોકે, હડતાળ ચાલુ કે પૂર્ણ તેના પર સસ્પેન્સ યથાવત છે. મહાસંઘના આગેવાનો તમામ 33 જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજશે. બેઠક બાદ હડતાળ અંગે નિર્ણય જાહેર કરશે મહાસંઘ. ટેક્નિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ પેમા વધારો અને ખાતાકીય પરીક્ષા અંગે થઈ ચર્ચા . આરોગ્ય મંત્રી સાથે મહાસંઘના 27 આગેવાનોની બેઠક યોજાઈ. વિભાગીય અધિકારીઓ સાથે આગામી દિવસોમાં વધુ એક બેઠક યોજાશે. બેઠકમાં ગ્રેડ-પે, ખાતાકીય પરીક્ષા અને ટેક્નિકલ કેડર મુદ્દે ચર્ચા થઈ હતી.