Gujarat RTE admission 2025:  RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું

Continues below advertisement

Gujarat RTE admission 2025:  RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું

Gujarat RTE admission 2025: ગુજરાતમાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં ગરીબ અને વંચિત બાળકોને મફત શિક્ષણ આપવાની પ્રક્રિયામાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો છે. સરકારે આવક મર્યાદાના સ્લેબમાં નોંધપાત્ર વધારો કર્યો છે, જેનો લાભ હવે વધુ પરિવારોને મળી શકશે. આ સાથે જ, ઓનલાઇન અરજી કરવાની તારીખોમાં પણ લંબાવવામાં આવી છે.

અગાઉ, ગ્રામ્ય વિસ્તાર માટે RTE હેઠળ પ્રવેશ માટેની આવક મર્યાદા 1.20 લાખ રૂપિયા હતી, જ્યારે શહેરી વિસ્તાર માટે આ મર્યાદા 1.50 લાખ રૂપિયા નિર્ધારિત કરવામાં આવી હતી. જો કે, હવે સરકારે આ મર્યાદાને સુધારીને સમગ્ર રાજ્યમાં એકસમાન 6 લાખ રૂપિયા કરી દીધી છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં એવા પરિવારોને રાહત મળશે જેઓ ઓછી આવકના કારણે અગાઉ RTE હેઠળ અરજી કરવા માટે પાત્ર ન હતા.

આવક મર્યાદામાં વધારો કરવાની સાથે જ રાજ્ય સરકારે ઓનલાઇન અરજી કરવાની તારીખોને પણ લંબાવી છે. જે પરિવારો હજુ સુધી RTE હેઠળ પોતાના બાળકોના પ્રવેશ માટે અરજી કરી શક્યા નથી, તેઓ હવે 15 એપ્રિલ, 2025 સુધી ઓનલાઇન અરજી કરી શકશે. અગાઉ અરજી કરવાની અંતિમ તારીખ ટૂંક સમયમાં પૂરી થવાની હતી, પરંતુ આવક મર્યાદામાં ફેરફારને કારણે સરકારે આ નિર્ણય લીધો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram