
Harsh Sanghavi: 76માં હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કર્યું ધ્વજવંદન, સાંભળો ભાષણ આ વીડિયોમાં
ગાંધીનગરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું છે. બાદમાં ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યું હતુ. તેમજ મેદાનમાં મહિલા પોલીસ દ્વારા પણ ગ્રાઉન્ડ પર પરેડ કરવામાં આવી છે. સાથે ડોગ સ્ક્વોડ તેમજ ઘોડેસવાર પોલીસે પરેડ યોજી છે. આ પ્રસંગે ગાંધીનગર જિલ્લા ગ્રામ વિકાસનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ધ્વજવંદન કર્યું છે. તો જિલ્લા કલેકટર અને પોલીસ વડા પણ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યાં છે. સાથે જ રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ પણ હાજર રહ્યાં છે. ત્યારે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તાપીમાં કરાઈ છે. ધ્વજવંદન કર્યા બાદ હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું છે કે દેશના 76 ગણતંત્ર દિવસના સૌને અભિનંદન. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર સહિતના અનેક લોકોએ દેશની આઝાદી માટે મહત્વનું યોગદાન આપ્યું છે. આજના દિવસને આપણા પૂર્વજો આપેલા બલિદાન યાદ કરવાનો દિવસ છે. દેશના રાજા અને મહારાજાએ પોતાના સર્વસ્વનું બલિદાન અખંડ ભારત માટે આપ્યું છે.
Harsh Sanghavi: 76માં હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં કર્યું ધ્વજવંદન, સાંભળો ભાષણ આ વીડિયોમાં