Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ

Continues below advertisement

Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ

બિનઅધિકૃત રીતે ચાલતા PG, હોસ્ટેલ, ક્લાસિસના કારણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાણીની લાઇનમાં ફોર્સ ઓછો થતો હોવાની અને ડ્રેનેજની લાઇનમાં લીકેજ થવાની અને ઉભરાવાની ફરિયાદો મળતા ગાંધીનગર મહાનગરપાલિકાએ આવા બિનઅધિકૃત ચાલતા PG, હોસ્ટેલ, ક્લાસિસ સામે સિલીંગ ઝુંબેશ શરૂ કરવાનું નક્કી કર્યું છે... ગાંધીનગર મનપા વિસ્તારમાં આવા 370 યુનિટ શોધવામાં આવ્યા છે... જેમાં બિનઅધિકૃત રીતે ચાલતા PG, હોસ્ટેલ, ક્લાસિસ ચાલે છે... આવા યુનીતને નોટિસ આપવામાં આવી છે અને હવે 16મી જાન્યુઆરીથી સિલ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.

ગાંધીનગર મેયર મીરા પટેલે જણાવ્યું હતું કે, બિન અધિકૃત PG, હોસ્ટેલ, ક્લાસિસ સિલ કરવામાં આવશે. 370 PG, હોસ્ટેલ, ક્લાસિસ મહાપાલિકા દ્વારા શોધવામાં આવ્યા. 16મી જાન્યુઆરી બાદ બિન અધિકૃત PG, હોસ્ટેલ, ક્લાસિસ સિલ કરવામાં આવશે. બિન અધિકૃત PG, હોસ્ટેલ, ક્લાસિસના કારણે અનેક પ્રકારની સમસ્યા ઉદભવે છે. પાણીની લાઇનમાં ફોર્સ ઓછો થવો અને ડ્રેનેજ લીકેજ થવા જેવા પ્રશ્નો ઉદભવે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram