ગાંધીનગરમાં ખેડૂતોની વિવિધ માંગોને લઇ ભારતીય કિસાન સંઘે વિરોધ નોંધાવ્યો, જુઓ વીડિયો
ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ (Bhartiya Kisan Sangh) ખેડૂતોની માંગણીઓને લઈ વિરોધ (Protest) નોંધાવ્યો હતો. કિસાન સંઘના કાર્યાલયમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને સેન્ટ્રલ વિસ્ટા સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી રેલી કાઢી હતી. જો કે મંજૂરી વિના ધરણાં કરતા કિસાન સંઘના કાર્યાલયથી કેટલાક ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. અંદાજીત 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘની માંગ હતી કે સરકાર સહાય પેકેજમાં તમામ જિલ્લાઓનો સમાવેશ કરે. સાથે એરંડાના ટેકાના ભાવ પણ જાહેર કરવામા આવે તેવી માંગ કરવામાં આવી હતી.