ટિકિટ ન મળતા ગાંધીનગર જિલ્લા કોગ્રેસના પૂર્વ પ્રમુખ જશુભા રાણાનું રાજીનામું
ગાંધીનગર જિલ્લામાં પણ ટિકિટની ફાળવણીને લઈ કૉંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જશુભા રાણાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું. જિલ્લા પંચાયતની છાલા બેઠક પર રજૂઆત કરેલ ઉમેદવારને ટિકિટ ન આપતા જશુભા રાણાએ રાજીનામું આપ્યું હતું. કોંગ્રેસ શાસિત ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસમાં પૂર્વ મહામંત્રી તરીકે જશુભા રાણા ફરજ બજાવી ચુક્યા છે.